કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોડિઝાઇન દ્વારા સુરક્ષિતતમારી રોજબરોજની બાબતોને શેર કરોચેનલને ફોલો કરો
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ડિઝાઇન દ્વારા સુરક્ષિત

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો

    • તમારી રોજબરોજની બાબતોને શેર કરો

      સ્ટેટસ પર ફોટા, વીડિયો, વોઇસ નોંધ શેર કરો

    • ચેનલને ફોલો કરો

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

WhatsApp મેસેજિંગ સંબંધી માર્ગદર્શિકા

છેલ્લે અપડેટ કર્યું: 16 ફેબ્રુઆરી, 2024

WhatsApp એ મેસેજ મોકલવા અને કૉલ કરવાની એક સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય રીત છે. ડિફોલ્ટ રીતે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત એવા તમારા વ્યક્તિગત મેસેજને બીજું કોઈ જોઈ શકતું નથી, WhatsApp પણ નહિ.

મેસેજિંગ સંબંધી આ માર્ગદર્શિકા (આ “માર્ગદર્શિકા”) 1:1 ચેટ, કૉલ, ગ્રૂપ ચેટ અને કોમ્યુનિટી પર લાગુ થાય છે. સ્ટેટસ અપડેટ પણ આ માર્ગદર્શિકાને આધીન છે.

WhatsApp Messenger ઍપ્લિકેશનનો ઉપયોગ અમારી સેવાની શરતો અને આ માર્ગદર્શિકા દ્વારા સંચાલિત થાય છે. WhatsApp Business ઍપ્લિકેશન અને WhatsApp Business પ્લેટફોર્મ સહિત અમારી બિઝનેસ સેવાઓનો ઉપયોગ આ માર્ગદર્શિકા ઉપરાંત WhatsApp Businessની સેવાની શરતો અને બિઝનેસ પોલિસી દ્વારા સંચાલિત થાય છે.

WhatsApp, મૂળભૂત એકાઉન્ટ, ગ્રૂપ અને કોમ્યુનિટી પ્રોફાઇલની માહિતી તેમજ અન્ય વાપરનારાઓ દ્વારા જાણ કરવામાં આવેલા મેસેજ સહિત WhatsApp પાસે ઉપલબ્ધ મર્યાદિત માહિતીના આધારે અમારી સેવાની શરતો અથવા આ માર્ગદર્શિકાનાં ઉલ્લંઘનોની વિરુદ્ધ એક્શન લઈ શકે છે. તમારા વ્યક્તિગત મેસેજ અને કૉલને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા હંમેશાં સુરક્ષિત કરવામાં આવે છે.

  • ગેરકાયદેસર કન્ટેન્ટ શેર કરશો નહિ અથવા ગેરકાયદેસર એક્ટિવિટીમાં જોડાશો નહિ આમાં જે બાળકોનું જાતીય રીતે શોષણ કરે અથવા તેમને જોખમમાં મૂકે (જેમાં બાળ યૌન શોષણ સંબંધી સામગ્રીનો સમાવેશ થાય છે) અથવા જે નિયુક્ત આતંકવાદી સંસ્થાઓ અથવા વ્યક્તિઓને સપોર્ટ કરે તેવા કન્ટેન્ટનો સમાવેશ થાય છે. તમારી પાસે જેને ઉપયોગમાં લેવાનો અધિકાર ન હોય તેવી બૌદ્ધિક સંપદાને શેર કરશો નહિ. હિંસક ગુનાઓ, અન્ય લોકોની વિરુદ્ધ હિંસા, માનવ તસ્કરી અથવા ગેરકાનૂની ડ્રગ્સના વેપારનું આયોજન કરશો નહિ કે તેમાં સહકાર આપશો નહિ.
  • પ્રતિકૂળ વર્તનમાં જોડાશો નહિ. આમાં WhatsAppની ઇન્ટિગ્રિટી સિસ્ટમને નબળી પાડવા, જાણ કરવાનાં ટૂલનો દુરુપયોગ કરવા, વાપરનારનાં એકાઉન્ટ સાથે ચેડાં કરવાં, ડેટાને સ્ક્રેપ કરવા, અથવા WhatsApp અથવા અમારા વાપરનારાઓને નુકસાન પહોંચાડવા માટે બિનસત્તાવાર ક્લાયન્ટ, બલ્ક મેસેજિંગ, ઓટો-મેસેજિંગ, ઓટો-ડાયલિંગ અથવા ઓટોમેશનનો ઉપયોગ કરવા માટેના પ્રયત્નોનો સમાવેશ થાય છે.
  • છેતરપિંડી અથવા સ્પામમાં જોડાશો નહિ આમાં WhatsApp વપરાશકર્તાઓ સાથે વારંવારના વણજોઈતા સંપર્ક, અને ઉદ્દેશ્યપૂર્ણ ઠગાઈ અથવા ઢોંગ મારફતે WhatsApp કે અમારા વાપરનારાઓ સાથે કૌભાંડ કરતી અથવા તેમની સાથે કપટ કરતી એક્ટિવિટીનો સમાવેશ થાય છે.

વાપરનારાઓ સંભવિતપણે આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા WhatsApp સંપર્કો, ગ્રૂપ, કોમ્યુનિટી, સ્ટેટસ અપડેટ અથવા ચોક્કસ મેસેજની જાણ કરી શકે છે. તમે WhatsApp પર જાણ કેવી રીતે કરવી તે વિશે અહીં વધુ જાણી શકો છો. બૌદ્ધિક સંપદાનાં સંભવિત ઉલ્લંઘનોની જાણ કેવી રીતે કરવી તે અંગે માહિતી માટે, કૃપા કરીને અહીં જુઓ.

અમે મેસેજિંગ સંબંધી માર્ગદર્શિકાને કેવી રીતે લાગુ કરીએ છીએ

WhatsApp, આ માર્ગદર્શિકાનાં સંભવિત ઉલ્લંઘનો માટે એકાઉન્ટ, ગ્રૂપ અને કોમ્યુનિટી પ્રોફાઇલની માહિતી તેમજ જાણ કરાયેલા મેસેજ સહિત અમારી પાસે ઉપલબ્ધ માહિતીને શોધી કાઢવા અને તેને રિવ્યૂ કરવા માટે ઓટોમેટેડ પ્રોસેસિંગ ટેકનિક અને હ્યુમન રિવ્યૂ ટીમ એમ બંનેનો ઉપયોગ કરી શકે છે.

ઓટોમેટેડ પ્રોસેસિંગ

ઓટોમેટેડ ડેટા પ્રોસેસિંગ અમારી રિવ્યૂ પ્રક્રિયામાં કેન્દ્રવર્તી છે અને એવાં અમુક ક્ષેત્રો માટે નિર્ણયોને સ્વચાલિત કરે છે જ્યાં એકાઉન્ટની વર્તણૂક અથવા જાણ કરાયેલા મેસેજનું કન્ટેન્ટ, આ માર્ગદર્શિકાના ઉલ્લંઘનમાં હોવાની અત્યધિક સંભાવના હોય.

ઓટોમેશન, સંભવિત રીતે ઉલ્લંઘન કરતા એકાઉન્ટ, ગ્રૂપ અથવા કોમ્યુનિટીને જેમની પાસે યોગ્ય વિષય-વસ્તુ તથા ભાષાની તજજ્ઞતા હોય એવા હ્યુમન રિવ્યૂઅર પાસે રૂટ કરીને રિવ્યૂને પ્રાથમિકતા આપવામાં અને તેને ઝડપી બનાવવામાં અમારી મદદ પણ કરે છે, જેથી કરીને અમારી ટીમ પહેલા સૌથી મહત્ત્વપૂર્ણ કેસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

હ્યુમન રિવ્યૂની ટીમ

જ્યારે કોઈ એકાઉન્ટ, ગ્રૂપ અથવા કોમ્યુનિટીને આગળ વધુ રિવ્યૂની જરૂર હોય, ત્યારે અમારી ઓટોમેટેડ સિસ્ટમ અંતિમ નિર્ણય લેવા માટે તેને હ્યુમન રિવ્યૂની ટીમ પાસે મોકલે છે. અમારી હ્યુમન રિવ્યૂ ટીમ સમગ્ર વિશ્વમાં સ્થિત છે, ગહન પ્રશિક્ષણ મેળવે છે અને ઘણી વાર અમુક પોલિસી ક્ષેત્રો અને પ્રદેશોમાં નિપુણ હોય છે, તથા તે એકાઉન્ટની માહિતી અને જાણ કરેલા મેસેજને રિવ્યૂ કરવામાં સમર્થ હોય છે. વ્યક્તિગત મેસેજને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે. અમારી ઓટોમેટેડ સિસ્ટમ દરેક નિર્ણયમાંથી શીખે છે તથા બહેતર બને છે.

સ્થાનિક કાયદાનાં ઉલ્લંઘનો

જ્યારે સરકારો માને કે WhatsApp પરનાં એકાઉન્ટ, ગ્રૂપ કે કોમ્યુનિટી સ્થાનિક કાયદાનું ઉલ્લંઘન કરે છે, ત્યારે તેઓ એવી વિનંતી કરી શકે છે કે અમે, અમારી પાસે ઉપલબ્ધ એકાઉન્ટની માહિતીનો રિવ્યૂ કરીએ. વ્યક્તિગત મેસેજ અને કૉલને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા હંમેશાં સુરક્ષિત કરવામાં આવે છે. અમને WhatsApp એકાઉન્ટને પ્રતિબંધિત કરવા માટેના અદાલતના આદેશો પણ મળી શકે છે. અમે કોઈ પણ એક્શન લેવાની પહેલાં હંમેશાં સરકારી વિનંતીની કાયદેસરતા અને સંપૂર્ણતાની આકારણી કરીએ છીએ.

અમે લઈ શકીએ તે એક્શન

જ્યારે અમે ગેરકાયદેસર કન્ટેન્ટ અથવા અમારી શરતો અને પોલિસીના ઉલ્લંઘન બાબતે વાકેફ થઈએ, ત્યારે અમે કન્ટેન્ટ અથવા ઉલ્લંઘનની પ્રકૃતિના આધારે, અને નીચેના સહિત એક્શન લઈ શકીએ છીએ:

  • આ માર્ગદર્શિકાનાં ઉલ્લંઘનો અંગે વાપરનારાઓને ચેતવણી આપવી
  • અમારી સેવા પર રહેલા એકાઉન્ટને કામચલાઉ ધોરણે અથવા કાયમી ધોરણે સસ્પેન્ડ કરવું
  • ગ્રૂપ અને/અથવા કોમ્યુનિટીમાં આગળ વધુ એક્ટિવિટીને અટકાવવી [વધુ માહિતી અહીં છે]
  • અમારાં સર્વર પરથી ઉલ્લંઘન કરતી એકાઉન્ટ અથવા ગ્રૂપ પ્રોફાઇલની માહિતીને દૂર કરવી
  • ગ્રૂપ અથવા કોમ્યુનિટીના આમંત્રણની લિંકના ઉપયોગને રદ કરવો અથવા બ્લોક કરવો અને/અથવા
  • NCMECને અને/અથવા સક્ષમ સત્તાધિકારીઓને બાળ યૌન શોષણ સંબંધી સામગ્રીની જાણ કરવી

અમે WhatsAppની સેવાની શરતોમાં દર્શાવ્યાં પ્રમાણે વધારાની એક્શન લઈ શકીએ છીએ.

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ