કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
  • એક નજર
  • કોઈ નવી કોમ્યુનિટી શરૂ કરતી વખતે અથવા WhatsApp પર કોમ્યુનિટીમાં તમારાં ગ્રૂપને ઉમેરતી વખતે જેના વિશે વિચારવું જોઈએ તેવી મુખ્ય બાબતો.

    • 100: તમારી કોમ્યુનિટીનું સેટ અપ કરવું
    • 101: સુરક્ષિત કોમ્યુનિટીનું નિર્માણ કરવું
    • 102: ઉમદા કોમ્યુનિટી એડમિન હોવું
    • 103: કોમ્યુનિટીને પરોવાયેલી રાખવી અને વિકસાવવી
  • રિવોર્ડિંગ કોમ્યુનિટી અનુભવ બનાવવા અને તેને જાળવવા માટે સશક્ત બનો તથા તમારા એડમિન અને સભ્યો સાથે સહયોગ કરો.

    • 200: સીમાઓ પ્રસ્થાપિત કરવી અને કોમ્યુનિટી માટે ઉમદા વાતાવરણ જાળવવું
    • 201: વિરોધાભાસનું નિયંત્રણ કરવું અને સમાવેશનને પ્રોત્સાહન આપવું
    • 202: કોમ્યુનિટીના નિયમોનો અમલ કરાવવો અને મુશ્કેલ સભ્યોને નિયંત્રિત કરવા
    • 203: એકથી વધુ એડમિન ધરાવતી કોમ્યુનિટીનું સંચાલન કરવું અને તેમાં ભૂમિકાઓને અસાઇન કરવી
  • કેવી રીતે વિવિધ ક્ષેત્રનાં લોકો તેમની કોમ્યુનિટીને વિકસાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે તે જુઓ.

    • Our Community Builders
    • BTS Army Festapora
    • African Mums in Deutschland
    • Raise a Genius Kid
    • Givers Arena
    • Soy Super Papa (I’m a Super Dad)

100: તમારી કોમ્યુનિટીને સેટ અપ કરવી

એક સશક્ત કોમ્યુનિટીનો હિસ્સો બનવાથી આપણને તે કોમ્યુનિટીની સાથે આત્મીયતા હોવાની લાગણી થાય છે. ચાલો, તમારી કોમ્યુનિટીના હેતુને તથા જ્યાં સભ્યો વિનયી હોય અને તેમને ભાગ લેવામાં ખુશી થતી હોય એવા સ્વસ્થ માહોલને રચવામાં એડમિન દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાને વ્યાખ્યાયિત કરવાના મહત્ત્વની ચર્ચા કરીએ. કેવી રીતે સારા નિયમો લખવા અને તમને તમારી કોમ્યુનિટીનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં મદદ કરે તેવા એડમિનની સહાયકારી ટીમ વિકસિત કરવી તે જાણો.

અમે ઘણું બધું વિશિષ્ટ માર્ગદર્શન પૂરું પાડીશું, પરંતુ એ તમારી પ્રતિબદ્ધતા, જુસ્સો અને હેતુ હશે કે જે તમારી કોમ્યુનિટીનાં લોકોને એકસાથે લાવશે.

ઝડપી ટિપ્સ:

  • તમારી કોમ્યુનિટીના હેતુને સમજાવવા માટે કોમ્યુનિટીના વર્ણનનો ઉપયોગ કરો;
  • હાજર ગ્રૂપનો સમાવેશ કરવો કે પછી નવાં ગ્રૂપ બનાવવાં તેનો નિર્ણય લેતી વખતે તમારા ઓડિયન્સને ધ્યાનમાં લો;
  • કોમ્યુનિટીના નિયમોનો સંચાર કરવા માટે ઘોષણા ગ્રૂપનો ઉપયોગ કરો;
  • કોમ્યુનિટી અને ગ્રૂપ એડમિન માટે 'માત્ર એડમિનવાળું ગ્રૂપ' સેટ અપ કરો જેથી તેઓ એકબીજાની સાથે સંચાર કરી શકે અને પરસ્પર સપોર્ટ પૂરો પાડી શકે;

"WhatsApp કોમ્યુનિટી, ગ્રૂપની અંદર રહેલા પેટા-વિષયોને ક્યૂરેટ કરવામાં, સભ્યોના કાર્યદક્ષ યોગદાન તથા માહિતીના તેમના આવકારને સુગમ બનાવવામાં મદદ કરે છે."

- નિર્વીન, Moms in Prenzlauer Berg

કોમ્યુનિટી શું છે અને શા માટે તે મહત્ત્વપૂર્ણ છે?

કોમ્યુનિટી એ એવાં લોકોનું ગ્રૂપ છે જે સહિયારી જરૂરિયાતો અને રુચિઓ માટે એકબીજાની સાથે ભેગા થાય છે. WhatsApp પર, કોમ્યુનિટીનું નિર્માણ એ હેતુ આધારિત પ્રવૃત્તિ છે - જે એવા જુસ્સા, પ્રયોજનો અને અનુભવો દ્વારા પ્રેરિત છે કે જે સભ્યો માટે અર્થપૂર્ણ હોય. તે, સભ્યોને તેઓ જેમાં રુચિ ધરાવતા હોય તે નવાં ગ્રૂપમાં ભાગ લેવા, કનેક્ટ થવા અને શોધવા માટે ખાનગી અને સલામત જગ્યા પૂરી પાડે છે.

તમે નવી કોમ્યુનિટી બનાવી રહ્યા હો કે હાજર ગ્રૂપને એક છત્ર હેઠળ લાવી રહ્યા હો, તમારા હેતુ, ઓડિયન્સ અને તમારી ટીમમાં એડમિનની ભૂમિકા વિશે વિચારો.

કોમ્યુનિટી, તમામ સભ્યો સાથે એક જ સમયે - ઘોષણા ગ્રૂપ મારફતે સંચાર કરવાનો વિકલ્પ પૂરો પાડીને તમને થીમ અનુસાર વાતચીતોને ગોઠવવા અને માહિતીને ઓવરલોડ થવાથી મર્યાદિત કરવા દે છે.

ચાલો, કોમ્યુનિટી સંચાલનના આ ચાર મહત્ત્વપૂર્ણ પાસાને સમજી લઈએ:

  • તમામને વિસ્તૃત કરોતમામને નાના કરો
  • દરેક કોમ્યુનિટીનો એક હેતુ હોય છે, એકસાથે આવવા માટેનું કારણ હોય છે કે જે કોમ્યુનિટીએ શા માટે અને કેવી રીતે કનેક્ટ થવાની જરૂર છે તે વ્યાખ્યાયિત કરે છે. શાળા માટે, તે અપ-ટુ-ડેટ શેડ્યૂલ શેર કરવાનું હોઈ શકે, સ્વયંસેવકો/સ્વયંસેવિકાઓ માટે, તે લોકોને ભેગા કરી કાર્યમાં પ્રવૃત્ત કરવાની શ્રેષ્ઠ રીત શોધવાનું હોઈ શકે, ફૂટબોલના ફેન માટે, તે સમગ્ર સીઝન દરમિયાન તેમની મનપસંદ ટીમને સપોર્ટ કરવાનું હોઈ શકે છે.

    તમે સાથે મળીને શું હાંસલ કરવાનો ઉદ્દેશ્ય રાખો છો તે અને તમારા સભ્યો માટેના લાભને ઓળખી કાઢવા અને તે અંગે સંચાર કરવો તે એક સારો વ્યવહાર છે. એક સ્પષ્ટ હેતુ સભ્યોને તે સમજવામાં મદદ કરે છે કે તેઓ કેવી રીતે યોગદાન આપી શકે.

    થોડાક સરળ પ્રશ્નો પર આત્મમંથન કરીને શરૂઆત કરો:

    • તમે કોમ્યુનિટી શા માટે બનાવવા માંગો છો?
    • તમારી કોમ્યુનિટી કઈ ભૂમિકા ભજવે છે?

    તમારો હેતુ વ્યાખ્યાયિત થઈ જવાની સાથે, આગળ વધો અને તમારી WhatsApp કોમ્યુનિટી બનાવો. તમને આની જરૂર પડશે:

    • ફોટો, જે તમારી કોમ્યુનિટીને દૃશ્યાત્મક રીતે કેપ્ચર કરેે;
    • નામ, જે યાદગાર હોય અને તમારા હેતુને દર્શાવતું હોય;
    • વર્ણન, જે તમારી કોમ્યુનિટીના હેતુને સ્પષ્ટ રીતે સમજાવતું હોય.

    કોમ્યુનિટી કેવી રીતે બનાવવી

  • સશક્ત અને સકારાત્મક સંસ્કૃતિના નિર્માણમાં, એ સુનિશ્ચિત કરવું મહત્ત્વનું છે કે સભ્યો યોગ્ય કારણોથી જ કોમ્યુનિટીમાં જોડાયા છે. ધ્યાનમાં લો:

    • તમારી ટાર્ગેટ ઑડિયન્સ કોણ છે?
    • શું આ લોકો પહેલાંથી જ WhatsApp ગ્રૂપ દ્વારા જોડાયેલા છે?
    • શું એવો સમય આવે છે જ્યારે આ બધા ગ્રૂપને સરખી માહિતી મેળવીને લાભ થઈ શકે?

    એક ઉદાહરણ જોઈએ: એક શાળાની કોમ્યુનિટીમાં માતા-પિતા, શિક્ષકો અને ઘણા વર્ગના વિદ્યાર્થીઓ હોય છે. કેટલીક ઘોષણા તે બધા જ લોકો માટે મહત્ત્વપૂર્ણ હોય છે - શાળાએ પરત ફરવાની ઘોષણા, શાળા બંધ થવાની જાહેરાતો, સભાઓ. અન્ય વાતચીતો તેમાંના અમુક જ લોકો માટે હોય છે - જેમ કે શિક્ષક તાલીમ, ચોથા ધોરણની ફિલ્ડ ટ્રીપ, સોકર મેચ.

    તમારી ઑડિયન્સને ધ્યાનમાં લો અને જુઓ કે કેવી રીતે તેઓને નાના અને વધુ કેન્દ્રિત ગ્રૂપમાં વિભાજિત કરી શકાય. આ એ નક્કી કરવામાં મદદરૂપ થાય છે કે શું તમારે હાલના ગ્રૂપને એકસાથે લાવવા જોઈએ કે પછી તમારી કોમ્યુનિટીમાં નવેસરથી જ ગ્રૂપ બનાવવા જોઈએ.

    જેમ-જેમ નવા સભ્યો જોડાશે, તેમ-તેમ લોકો વચ્ચે નવા વિષયો અને જોડાણો વિકસતાં જશે. કોમ્યુનિટી એડમિન તરીકે, કોમ્યુનિટી તેના વિકાસ દરમિયાન સુસંગત અને સકારાત્મક રહે તે સુનિશ્ચિત કરવા માટે તમારી પાસે સભ્યો તેમજ ગ્રૂપ ઉમેરવાની અને દૂર કરવાની ક્ષમતા હોય છે.

    કોમ્યુનિટીના સભ્યને કેવી રીતે આમંત્રિત કરવા
    કોમ્યુનિટીના સભ્યોને કેવી રીતે દૂર કરવા

  • કોમ્યુનિટી એડમિન, સભ્યો વચ્ચેનાં ઇન્ટરેક્શનને સંચાલિત અને પ્રોત્સાહિત કરવામાં તેમજ તેમની કોમ્યુનિટીને સમાવિષ્ટ અને સલામત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમારા કાર્યોમાં તમને સહયોગ આપવા માટે, WhatsApp પરની કોમ્યુનિટી તમને એવાં ટૂલ પૂરાં પાડે છે કે જેનો ઉપયોગ તમે તમારાં ગ્રૂપ અને સભ્યોનું સંચાલન કરવા તથા તમારી કોમ્યુનિટી માટે આનંદદાયક અનુભવ સુનિશ્ચિત કરવા માટે કરી શકો.

    કોમ્યુનિટી એડમિન તરીકે, તમે કોમ્યુનિટીના નિર્માણ તથા તેની જાળવણી માટે જવાબદાર છો. તમે આ તમારી કોમ્યુનિટીને સલામત રાખવાની સાથે વાતચીતોનું સંચાલન કરીને કરશો. કોમ્યુનિટીની અંદર, દરેક ગ્રૂપમાં તેના પોતાના ગ્રૂપ એડમિન હોય છે, જે તેમના ગ્રૂપની દેખરેખ રાખવા માટે જવાબદાર છે. એક સુસંચાલિત કોમ્યુનિટીમાં, કોમ્યુનિટી અને ગ્રૂપ એડમિન સભ્યો સાથે અને એકબીજા સાથે નિયમિતપણે વાતચીત કરે છે, અને દરેકને કોમ્યુનિટીના નિયમોનો આદર કરવા બાબતે યાદ કરાવે છે.

    WhatsApp પર કોમ્યુનિટીમાં, તમે ઘોષણા ગ્રૂપ દ્વારા સભ્યોને કોમ્યુનિટી સ્તરની ઘોષણા મોકલીને સમય બચાવી શકો છો. વિવિધ ગ્રૂપને એક કોમ્યુનિટીની છત્ર હેઠળ લાવવાથી ગ્રૂપ સ્તરે અલગ-અલગ ઘોષણા કરવાની જરૂરિયાત દૂર થઈ જાય છે. શરૂઆતથી જ એક સારા વાતાવરણની અપેક્ષાઓ નિર્ધારિત કરવા માટે તમારી કોમ્યુનિટીના નિયમો બનાવો અને તે અંગે જાણ કરો. આદર્શ નિયમો થકી સભ્યોને પરસ્પર સકારાત્મક રીતે વાતચીત કરવાની અને કોમ્યુનિટીમાં યોગદાન આપવાની રીત અંગે જાણકારી મળે છે. નિયમો સભ્યોને સંઘર્ષ ટાળવામાં મદદ કરી શકે છે અને સલામતીની અનુભૂતિ આપે છે.

    તમારી કોમ્યુનિટીના દિશાનિર્દેશો લખતી વખતે નીચેના નિયમો ધ્યાનમાં લો:

    • દયાળુ અને સમાવિષ્ટ બનો. કૃપા કરીને દરેક સાથે આદરપૂર્વક વ્યવહાર કરો.
    • નફરતભરેલાં વાણી-વર્તન કે ધાકધમકી નહીં. અપમાનજનક ટિપ્પણીઓ અને નિજી આક્રમણ સ્વીકાર્ય નથી.
    • કોઈ પ્રચાર કે સ્પામ નહીં - સ્વ-પ્રચાર અને અપ્રાસંગિક મેસેજને મંજૂરી નથી.
    • દરેકની પ્રાઇવસીનો આદર કરો - અમારા માટે પરસ્પર વિશ્વાસ મૂલ્યવાન છે. ગ્રૂપમાં જે શેર કરવામાં આવે છે તે ગ્રૂપમાં જ રહેવું જોઈએ.

    કોમ્યુનિટીના વર્ણનમાં નિયમોનો સમાવેશ કરવો અને તેમને ઘોષણા ગ્રૂપમાં પોસ્ટ કરવા એ સારી પ્રથા છે. સભ્યોને યાદ કરાવો કે આ નિયમોનું પાલન ન કરવાના પરિણામે તેમને કોમ્યુનિટીમાંથી દૂર કરવામાં આવી શકાય છે. ગ્રૂપ વાતચીતોમાં કોમ્યુનિટીના નિયમોનું પાલન થાય તેની ખાતરી કરવા માટે તમારા ગ્રૂપ એડમિન સાથે કામ કરવું પણ મહત્ત્વપૂર્ણ છે.

  • જેમ-જેમ તમારી કોમ્યુનિટી વિકાસ પામશે, તેમ-તેમ તમારી જવાબદારીઓ પણ વધશે. બહુવિધ ગ્રૂપ ધરાવતી મોટી કોમ્યુનિટીમાં, કાર્યભારની વહેંચણી કરવા માટે તમને એડમિનની ટીમની જરૂર પડી શકે છે. આ એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે શામેલ દરેક વ્યક્તિ માટે કાર્યો સંચાલનીય રહે છે અને તે કોઈ એક જ વ્યક્તિ પર આધારિત નથી.

    તમે અન્ય ગ્રૂપ એડમિન અથવા કોમ્યુનિટીના સભ્યોને 20 જેટલા કોમ્યુનિટી એડમિનની ભૂમિકાઓ સોંપી શકો છો. તમારી એડમિન ટીમમાં કોને નીમવા તે અંગે વિચાર કરતી વખતે, નીચેની બાબતોને ધ્યાનમાં લો:

    • સભ્યો, ગ્રૂપ અને ગ્રૂપ એડમિનની સંખ્યા;
    • કેટલા કોમ્યુનિટી એડમિનની જરૂર છે તેની સંખ્યા;
    • ગ્રૂપ એડમિન કે જે ઘણા ગ્રૂપને મેનેજ કરે છે;
    • ગ્રૂપ એડમિન અને સભ્યો જેઓ વાતચીતોમાં સક્રિયપણે સહભાગી થાય છે અને સારા નિર્ણયો દર્શાવે છે;
    • સભ્યો કે જેઓ એડમિનની ભૂમિકા નિભાવવામાં સક્ષમ છે જેમ કે, વાતચીત લખવી, ગ્રૂપ એડમિન સાથે જોડાવું, સભ્યપદ અને જોડાયેલા ગ્રૂપનું નિરીક્ષણ કરવું વગેરે જેવા કાર્યો.

    કોમ્યુનિટી અને ગ્રૂપ એડમિન બંને એકબીજા સાથે વાતચીત કરી શકે અને સહાય પૂરી પાડી શકે એ માટે એક એડમિન-ઓન્લી ગ્રૂપ સેટ કરો.

    તમારી એડમિન ટીમના સભ્યોના કાર્યભાર અને સુખાકારીનું સંચાલન કરવા માટે, ટીમમાં તમે કેટલા સંકળાયેલો રહેશો તે વિશે શરૂઆતથી જ વિચારવું અને તેની ચર્ચા કરવી મદદરૂપ થશે:

    • દરેક એડમિન કેટલો સમય ફાળવી શકે છે?
    • એવા કયા કાર્યો અને જવાબદારીઓ છે જે દરેક એડમિનને સોંપી શકાય છે?

    કોમ્યુનિટી એડમિનનું સંચાલન કેવી રીતે કરવું

જાણવાનું ચાલુ રાખો

આપણી સુખાકારી માટે સલામતી મહત્ત્વની છે. સલામતી, પ્રાઇવસી અને સુરક્ષા સમસ્યાઓ તમારી કોમ્યુનિટીને કેવી રીતે અસર કરે છે અને તમારા સભ્યોને કેવી રીતે સુરક્ષિત અને જોડાયેલ રાખવા તે સમજો.

ઓવરવ્યૂ પર પાછા જાઓ
શું આ લેખથી મદદ મળી?
હાનહિ
શા માટે આ લેખ મદદરૂપ નથી?
  • આ લેખ મુંઝવણભર્યો હતો
  • આ લેખથી મારી સમસ્યા દૂર થઈ નહિ
  • લેખ મને કે મારી કોમ્યુનિટીને લાગુ પડતો નથી
  • આ WhatsApp પર કેવી રીતે કરવું તે લેખમાં સમજાવવામાં આવતું નથી
તમારા પ્રતિસાદ બદલ આભાર

આગળનો વિષય

101: સલામત કોમ્યુનિટીનું નિર્માણ કરવું
ટ્યૂટોરિયલ જુઓ
ઉપર પાછા જાઓ
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ